///

પાકિસ્તાનની ફરી અવળચંડાઈ, 18 ભારતીય માછીમારોનું કર્યુ અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ગુજરાતના 18 માછીમારોનું અપહરણ કર્યુ છે. જેમાં પોરબંદરની બે અને ઓખાની એક બોટ હતી. બંને બોટના કુલ 18 માછીમારો હતાં. જેઓ રાબેતા મુજબ જ દરિયો ખેડવા નીકળ્યા હતાં અને પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ તેમને ચેતવણી આપવાના બદલે તેમનું અપહરણ કર્યુ છે.

આ માછીમારો ભારતની સીમામાં જ હતા તેમ છતાં પણ પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ બંને બોટને ઉંધીવાળીને માછીમારોનું અપહરણ કર્યુ હતું.

આ પહેલો બનાવ નથી કે પાકિસ્તાન સિક્યોરિટીએ આવી અવળચંડાઈ કરી હોય, તે અગાઉ પણ આવું ઘણી વખત કરી ચૂક્યુ છે. આમ, કરીને તે ભારતીય માછીમારોને તેમની સીમામાંથી જ માછીમારી કરતાં અટકાવે છે. આ સિવાય દરિયાઈ સરહદ હોઈ ઘણી વખત માછીમારો પણ સરહદ વટાવી દે છે. પરંતુ તેમનો કંઈ બીજા દેશની સરહદમાં ઘૂસવાનો ઇરાદો હોતો નથી.

ભારતીય લશ્કરને સરહદ પર જવાબ આપવામાં નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાન આ પ્રકારની હરકતો કરીને આત્મસંતોષ મનાવે છે. તે નાગરિકોને હેરાન કરે છે અને બાદ આ પકડેલા નાગરિકોને વાટાઘાટ માટેનું શસ્ત્ર બનાવે છે. પાકિસ્તાનની જેલમાં ભારતના આવા કેટલાક નિર્દોષ માછીમારો છે.

Leave a Reply

Your email address will not be published.