//

પાકિસ્તાને કરી ફરી નાપાક હરકત, સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને આજે ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 7.30 કલાકે પાકિસ્તાને પૂંછ જિલ્લાના શાહપુર, કિરની અને કસ્બા સેક્ટરમાં ફાયરિંગ કરી અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય સેના પણ સામે જવાબ આપી રહી છે. આ વર્ષે પાકિસ્તાને કેટલીય વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.