///

પાકિસ્તાને જમ્મુમાં સીઝફાયરનો કર્યો ભંગ, દેશનો એક વીર જવાન શહીદ

પાકિસ્તાન તરફથી સરહદ પર વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનને ભારતીય સેનાએ થોડા દિવસ પહેલા જ સીઝફાયરના ઉલ્લંઘનને પગલે સબક શીખવાડ્યો હતો. ત્યારબાદ આજે ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી છે.

જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતો સતત ચાલુ જ છે. તેવામાં સરહદ પર પાકિસ્તાન તરફથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતીય સેનાની ચોકી અને રહેણાક વિસ્તારોને નુકસાન પહોંચડવામાં આવી રહયું છે. આજે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં ભારતે એક વીર જવાન ગુમાવ્યો છે.

પાકિસ્તાને રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું, જેમાં ભારતનો એક જવાન શહીદ થઇ ગયો છે. જેને લઈને ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.

નોંધનીય છે કે, રવિવારે પણ હિરાનગરમાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો અને પૂરી રાત આ ગોળીબાર ચાલુ રહ્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ મણીયારી, સતપાલ જેવી પોસ્ટને નિશાને બનાવી હતી અને રહેણાક વિસ્તારોમાં પણ નુકસાન પહોંચાડ્યું. જોકે પાકિસ્તાન આ ગોળીબાર કરીને આતંકવાદીઓને ઘુસાડવાના પ્રયાસમાં છે.

Leave a Reply

Your email address will not be published.