/////

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન થઈ કોરોના સંક્રમિત

પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન કોરોના સંક્રમિત થઈ છે. તે આઇસોલેશનમાં છે. માહિરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રવિવારે પોતાના પ્રશંસકો અને ફોલોઅર્સ સાથે આ સમાચાર શેર કર્યા હતા.

આ પોસ્ટમાં માહિરાએ લખ્યું કે, હું કોવિડ-19ની તપાસમાં પોઝિટિવ આવી છું. મેં પોતાને આઇસોલેટ કરી લીધી છે અને ગત કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને તેની જાણકારી આપી છે. આ કઠિન સમય છે, પરંતુ બધુ જલદી સારું થઇ જશે. ઇંશાઅલ્લાહ. તમે લોકો પણ કૃપિયા માસ્ક પહેરી રાખો અને અન્ય માપદંડોનું પણ પાલન કરો-આપણા માટે અને બીજા માટે પણ.

આ ઉપરાંત માહિરાએ આગળ લખ્યું કે, દુવાઓ અને ફિલ્મોને લઇને આપવામાં આવેલી સલાહોનું સ્વાગત છે. માહિરાની આ પોસ્ટ પર તેમના ચાહકો તેમજ ફોલોવર્સ તેમના જલદી થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

મહત્વનું છે કે, અભિનેત્રી માહિરા ખાનએ બોલીવુડ ફિલ્મ રઇસમાં શાહરૂખ ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં માહિરાના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને તે ભારતીય દર્શકો વચ્ચે લોકપ્રિય થઇ હતી.

Leave a Reply

Your email address will not be published.