/////

પાકિસ્તાની રેલ ગુજરાતમાં ?

ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે ગુજરાત રેલ્વે પોલીસની એપિલકેશન લોન્ચ કરી હતી. જેમાં રેલ્વેમાં મુસાફરી કરતા નાગરિકોને ચાલુ ટ્રેનમાં લૂંટ, ચોરી કે છેતરપીંડી, અપહરણ જેવા કોઇ પણ પ્રકારના ગુનાઓને લગતા બનાવો બને તે માટે સુરક્ષિત સફર નામની મોબાઇલ એપ ગુજરાત રેલ્વે પોલીસે તૈયાર કરી હતી. જેમાં રાજયનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે લોન્ચ કરી હતી. આ એપ્લિકેશનમાં મોટો છબરડો સામે આવ્યો છે. આ એપમાં રેલ્વે પોલીસની સુરક્ષિત સફળમાં પાકિસ્તાની ટ્રેનનો ફોટો રાખવામાં આવતા નવો વિવાદ ઉભો થયો છે. એન્જિન પર લખેલા ૬૦૧૯ નંબર પાકિસ્તાન રેલ્વેનો છે. લાલ-લીલા રંગથી જ પાકિસ્તાન રેલ્વેની ઓળખ સરળતાથી થઇ શકે છે. જેને લઇને નવો વિવાદ છેડાયો છે તેમજ નવો છબરડો સામે આવ્યો છે.

આ મુદ્દે રાજનૈતિક પાર્ટીએ કોંગ્રેસ વિરોધ કર્યો છે. કોંગ્રેસના પ્રવકર્તા જયદીપસિંહ પરમારે નિવેદન આપી ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા છે. તેમણે નિવેદન આપ્યુ કે, ભારતીય જનતા પાર્ટીનો પાકિસ્તાન તરફી પ્રેમ છુપો નથી. ભાજપ જયારે સંકટમાં આવે છે ત્યારે તેની નજર પાકિસ્તાન તરફ હોય છે. જયારે ચુંટણીઓ આવે છે ત્યારે પણ ભાજપને પાકિસ્તાન યાદ આવે છે.
સુરક્ષિત સફળની એપ્લિકેશનમાં આવા છબરડા કાયં કારણસર થયા હશે? શું તંત્ર ઘોર નિંદ્વામાં છે? એપ્લિકેશન લોન્ચ કરતા પહેલા તેની યોગ્ય ચકાસણી થઇ નથી? જેવાં સવાલો સામાન્ય નાગરિકોમાં ઉભાી થયા છે. 

Leave a Reply

Your email address will not be published.