////

પાકિસ્તાની યુવકના દફનાવેલા મૃતદેહને 80 દિવસ બાદ બહાર કઢાયો, જાણો શા માટે

બનાસકાંઠામાં એક પાકિસ્તાની યુવકે આત્મહત્યા કરી અને જિંદગી ટૂંકાવી લીધી હોવાની ઘટના બની હતી. પાકિસ્તાનથી વર્ષ 2018માં આવેલો આ યુવક પરત જવા માંગતો નહોતો અને તેણે સરકાર પાસે લાંબા સમય કામ કરવાની અને રહેવાની પરવાનગી માંગતા વિઝા માટે એપ્લાય કર્યુ હતું. ત્યારબાદ આ યુવક બનાસકાંઠા આવી અને કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેણે અગમ્ય કારણોસર 80 દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી.

બનાવની વિગત એવી છે કે પાકિસ્તાનથી વર્ષ 2018માં આવેલો સંતરામ કોળી હરિદ્ઘારના દર્શને હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન પરત જવાનો ઇન્કાર કરતા નિરાશ્રીત તરીકે બનાસકાઠાના દિયોદરમાં જિંદગી વિતાવી રહ્યો હતો. તે દરમિયાન તેની સગાઈ પાકિસ્તાન નક્કી થઈ હતી અને તે પોતાની વાગ્દતાને મળવા માટે પાકિસ્તાન જવા માંગતો હતો.

પ્રાથમિક તપાસ મુજબ પરિવારે આ અંગે ના પાડી કે પાકિસ્તાન જવું ન જોઈએ તેના કારણે તે વ્યથિત હતો અને તેણે 80 દિવસ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ મામલે પોલીસને જાણકારી મળતા પોલીસે પરિવારે દફનાવેલા મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે દિયોદર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.