///

Video : પાકિસ્તાનના ગૃહ મંત્રીએ કુરબાની આપવા અધધ… લાખના ઉંટ ખરીદ્યા

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશિદ અહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના મંત્રી કુરબાની માટે ઉંટ ખરીદી રહ્યાં છે.

શેખ રશિદ અહમદે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ઉંટના વેપારીઓ સાથે ભાવ-તાલ કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ તેમણે ત્રણ ઉંટ ખરીદ્યા. આ ઉંટોની કિંમત 5.60 લાખ રૂપિયા છે. પાકિસ્તાની મંત્રીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં લખ્યું છે, જાનવરોની બજારમાં કુરબાની માટે ઉંટ ખરીદી રહ્યો છું.

જાણવા મળી રહ્યું છે કે કુરબાની માટે પોતાના મનપસંદ જીવની ખરીદી માટે પાકિસ્તાનના મંત્રી જાનવર બજારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક જાનવરોના ભાવ પૂછ્યા અને પછી પોતાની પસંદથી 3 ઉંટ ખરીદ્યા. જાનવરોની જે માર્કેટમાં પાકિસ્તાનના મંત્રી પહોંચ્યા હતા, તે રાવલપિંડીમાં આવેલી છે. મહત્વનું છે કે ઈદ ઉલ-અજહા આજે બુધવારે મનાવવામાં આવશે.

ઈદ-ઉલ-અહવા કુરબાનીનો દિવસ છે. આ ઇદને બકરી ઇદ પણ કહે છે. આ તહેવાર ઇસ્લામ ધર્મમાં આસ્થા રાખનાર લોકોનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર રમઝાનના પાક મહિનાના આશરે 70 દિવસ બાદ આવે છે. બકરી ઇદના દિવસે બકરી કે કોઈ અન્ય પશુની કુરબાની આપવામાં આવે છે. તેને ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે અંતિમ મહિનાના દસમાં દિવસે ઉજવવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનાના આઠમાં દિવસે હજ શરૂ થઈને 13માં દિવસે સમાપ્ત થાય છે. ઘણા ગલ્ફ દેશોમાં આ તહેવાર ગઇકાલે મંગળવારે મનાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.