////

કોરોના વચ્ચે પલ્લી પરંપરા રહી અતૂટ : રૂપાલમાં વહી ઘીની નદીઓ

રાજ્યમાં આવેલા ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં યોજાય તે અંગે જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી. ત્યારે વરદાયિની માતાજીની પલ્લી રૂપાલ ગામમાં કોરોના કહેર વચ્ચે પણ અતુટ રહી હતી. જેમાં માત્ર ગામમાં ઘીની નદી જોવા મળી ન હતી. પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. ત્યારે રાજ્યના મહેસુલ અગ્ર સચિવ પંકજકુમાર અને તેમના પત્નીએ પલ્લી નીકળે તે પહેલા પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલમાં માત્ર ઘીની નદીઓ ના વહી, પલ્લીની પરંપરા અતૂટ રહી હતી.

ગત વર્ષની વાત કરીએ તો, પલ્લી 3 વાગ્યે નીકળી હતી. ત્યારે આ વર્ષે 12 વાગ્યે મંદિરે પહોંચી ગઈ હતી. સામન્ય રીતે પલ્લી બનાવવાની કામગીરી માતાજીની રજા મળ્યા બાદ શરૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના અને સરકારની મંજૂરી ન હોવાના કારણે પલ્લીને સાંકડી જગ્યામાં મંદિર આગળ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે પલ્લી બનાવવાની કામગીરી વહેલી શરૂ થઈ હતી અને 12 વાગ્યા પહેલા જ વરદાયિની માતાના મંદિર પરિસરમાં પહોંચી ગઈ હતી. .

કોરોના કહેર વચ્ચે પણ વરદાયિની માતાજીની આસ્થા અકબંધ રહી હતી. રૂપાલ ગામમાં પાંડવો દ્વારા પલ્લી શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે પલ્લી કાઢવાનું ચૂકી જાય તો ગામના લોકો હેરા પરેશાન થઈ જાય તેવી લોકવાયકા સાંભળવા મળી રહી છે. ત્યારે ગ્રામજનો પણ માતાજીની આસ્થા અકબંધ રહી હોય તેમનો સત અકબંધ છે તેવું સ્થાનિકોના મોઢે સાંભળવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.