/

જો આપ પાન ખાવાના શોખીન હોય તો આ સમાચાર આપના માટે છે

શું આપે કોઇ દિવસ પાનની કિંમત 18 હજાર રૂપિયા સાંભળી છે ખરી,તો જવાબ છે હા રંગીલા શહેર રાજકોટમાં પાનવાલા નામની દુકાનમાં 15 રૂપિયાથી લઇને 18 હજાર રૂપિયા સુધીના પાન મળી રહ્યા છે,જેની નોંધ અમેરિકાએ પણ લેવી પડી કેવી રીતે વાંચો આગળ.

રાજકોટના સર્વેશ્વર ચોકમાં MR.PAANWALA RAJKOT નામની પાનની દુકાન ચલાવતા વેપારી આજકાલ સોશ્યલ મિડીયામાં ધુમ મચાવી રહ્યા છે. વોટ્સઅપ હોય કે ટ્વીટર કે પછી હોય ઇન્સ્ટાગ્રામ તમામ સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ પર પાનવાલાના પાનની કિંમત આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.પાનની આ દુકાનમાં 15 રૂપિયાથી લઇને 18 હજાર રૂપિયા સુધીના પાન વેચવામાં આવી રહ્યા છે..જેમાં ખાસ લગ્ન માટેના પાન કે જેની કિંમત 18 હજાર રૂપિયા છે જે પાનમાં સોનાના વરખવાળા ખાસ તૈયાર કરાયેલા મીઠા મસાલાવાળા પાન, 300 ગુલાબ,ડ્રાયફૂટ રાખવામાં આવે છે.ખાસ રાત્રીના સમયે યુવતીઓ પણ આ પાન ખાવા આવે છે.

જો કે MR.PAANWALA RAJKOT નામથી સોશ્યલ મિડીયામાં ધૂમ મચાવી રહેલા આ વેપારી વિવાદમાં પણ સપડાયા છે. MR.PAANWALA નામની કંપનીએ સોશ્યલ મિડીયામાં MR.PAANWALA નામ અને તેમાં વપરાયેલું ચિન્હ તેનું હોવાનો દાવો કર્યો છે. તેમજ રાજકોટના આ પાન વાળા નો વિડીયો તેમજ તેના મેનુ નો વિડીયો પોતાના ઓફિશીયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરી અમારી કોઈ બ્રાન્ચ રાજકોટ માં નથી તેવું પણ લખાણ તેમને તેમના ફેસબુક પેજ પર કર્યું છે. તો બીજી તરફ વેપારીએ અમેરિકાની કંપની મિસ્ટર પાનવાલા છે. જ્યારે આ મિસ્ટર પાનવાલા રાજકોટ હોવાનું જણાવ્યુ છે. એટલુ જ નહિ વેપારીએ અમેરિકન કંપનીને કોઇપણ કાર્યવાહી કરવી હોય તો કરી શકવાની તૈયારી દર્શાવી છે.

મહત્વનું છે કે અમેરીકન કંપનીએ પાનવાલા બ્રાન્ડ પોતાની હોવાનું પોતાના સોશ્યલ મિડીયા પર લખ્યુ છે એટલુ જ નહિ આ મુદ્દે પોતાની કોઇ બ્રાન્ડ રાજકોટમાં ન હોવાનો પણ દાવો કર્યો છે બીજી તરફ સોશ્યલ મિડીયામાં આ વિડીયો ધુમ મચાવી રહ્યો છે,ખૈર નામની ચર્ચા જે હોય પરંતુ રાજકોટના પાનવાલાએ જરૂર આશ્ચર્ય જગાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.