///

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે આ IAS જ નિમાશે

કોરોના કાળ વચ્ચે ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ અંગે અટકળો ચાલી રહી હતી. જેનો આખરે અંત આવ્યો છે. જેમાં મહેસુલ વિભાગમાં મુખ્ય અધિક સચિવ તરીકે ફરજ બજાવતા પંકજ કુમારની નિમણુક થશે.

રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંઘનો કાર્યકાળ ઓકટોબર મહિનામાં પુરો થઇ રહ્યો છે, તેમના સ્થાને કોણ આવશે તે બાબતને લઇ અટકળો ચાલતી હતી. જો કે, હવે તે તમામ અટકળો પર પૂર્ણવિરામ આવી ગયું છે અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે હાલમાં મહેસુલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા પંકજ કુમારની નિમણૂંક થશે તેવું સુત્રોનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published.