///

દીકરાના લેપટોપમાં જોઈ એવી વસ્તુઓની યાદી કે ચોંકી ઉઠી માતા

જૈકે પોતાના તમામ ક્લાસમેટ્સના નામની એક યાદી બનાવી હતી અને તેમના નામ આગળ તારીખ અને તેમના વ્યવહાર સાથે સંકળાયેલી કેટલીક બાબતો લખેલી હતી. જેમ કે, એક બાળકના નામ આગળ લખ્યું હતું કે, તેની માતા પોલીસમાં છે.

ઘણી વખત માતા-પિતાને પોતાના બાળકોના ફોન કે લેપટોપમાં એવી વસ્તુઓ જોવા મળી જતી હોય છે કે, જેને જોયા બાદ તેઓ વિચાર કરવા માટે મજબૂર થઈ જાય છે. એક મહિલાએ પેરેન્ટિંગ એડવાઈસ કોલમમાં આવી જ એક ઘટના વિશે શેર કર્યું છે. આ સાથે જ તેણે પોતાના બાળકની આવી હરકતોને કઈ રીતે લેવી જોઈએ અને પોતાનું બાળક સાચા રસ્તે છે કે, સંતાઈને કશું ખોટું કરી રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય તેની સલાહ માગી હતી.

અમેરિકન મહિલાએ લખ્યું હતું કે, ‘મારા 14 વર્ષીય દીકરાનું નામ જૈક છે અને હું તેને પર્સનલ લેપટોપ નથી આપતી. પોતાના દરેક કામો માટે તે અમારૂ લેપટોપ શેર કરે છે જેથી તે શું કરે છે તે અમારી નજરમાં પણ રહે. એક રીતે મારો દીકરો ખૂબ બુદ્ધિશાળી છે અને લોકો સાથે જલ્દી હળીભળી નથી શકતો. એક દિવસ હું જ્યારે તેનું ફોલ્ડર ચેક કરી રહી હતી ત્યારે મને એક એક્સેલ સ્પ્રેડશીટ મળી હતી. તે શીટ ખોલી તો તેમાં ખૂબ જ અજીબોગરીબ વસ્તુઓ જોવા મળી હતી.’

જૈકે પોતાના તમામ ક્લાસમેટ્સના નામની એક યાદી બનાવી હતી અને તેમના નામ આગળ તારીખ અને તેમના વ્યવહાર સાથે સંકળાયેલી કેટલીક બાબતો લખેલી હતી. જેમ કે, એક બાળકના નામ આગળ લખ્યું હતું કે, તેની માતા પોલીસમાં છે. અન્ય એક નામની આગળ લખ્યું હતું કે, ઈન્સ્ટા બાયો પર તેનું નામ નથી. આ જ રીતે કોઈ સ્થૂળ લોકોના જોક પર હસે છે, કોઈ વિદેશી ઉચ્ચારણોની મજાક ઉડાવે છે આવા બધા મુદ્દાઓ ટાંકેલા હતા. જ્યારે મહિલાએ તે શીટ અંગે પુછ્યું તો જૈકે તે પોતે નથી બનાવી તેવો જવાબ આપી દીધો હતો.

જવાબમાં એક્સપર્ટે લખ્યું હતું કે, મોજ-મજાં કરવાની ઉંમરે તમારા દીકરાએ જે લિસ્ટ બનાવ્યું છે તે ખરેખર ચિંતાજનક છે. આ ઉપરાંત તે શીટ તેણે પોતે નથી બનાવી એવું ખોટું બોલ્યો તે વધુ શંકાસ્પદ બાબત છે. જો તેને એ શીટ સાથે કોઈ લેવા-દેવા નથી તો ડીલિટ કરવા કહેવું જોઈએ જેથી કદાચ તે સાચું બોલી જાય. આ ઉપરાંત તેમણે થેરાપિસ્ટને કન્સલ્ટ કરવાની સલાહ પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.