//

રામ રાખે તેને કોણ ચાખે,માતા પિતાને કોરોના 5 વર્ષની બાળકીને પોલીસ-ડોક્ટર અને મ્યુ-કમિશનરે સાચવી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કોહરામ મચાવી દીધો છે નાના બાળક થી લઇ વુર્દ્ય સુધીના લોકો વાયરસની લપેટમાં આવી ગયા છે વાયરસના કારણે દુનિયામાં મૃત્યુ આંક પણ ભલભલાની આંખમાં આંસુ લાવી દે ત્યાં સુધી પહોંચ્યો છે. ત્યારે સમગ્ર ભારત પણ લોકડાઉન કરી વાયરસથી બચવા લોકોને જાગૃત કર્યા છે. તેમ છતાં લોકો કોરોના વાયરસનો ભોગ બની રહ્યા છે.

આવું જ બન્યું છે અમદાવાદના એક પરિવાર સાથે અમદાવાદમાં SP રિંગ રોડ પર રહેતા એક પરિવારના પતિ પત્નીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા એમની 5 વર્ષની લાડકી દીકરીનો પણ કોરોના ટેસ્ટ કરવાની ડોકટરોને ફરજ પડી પરંતુ કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે દીકરીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેથી ડોકટરો એ પોઝિટિવ માતા પિતાથી દીકરીને અલગ કરી દીધી હતી એક રાત સુધીતો દીકરીને હોસ્પિટલના પાર્કિંગમાં રાખી હતી માતા-પિતાને પણ પોતાની વહાલ સોય દીકરીની ચિંતા સતાવી રહી હતી ચિંતામાં વધારો થવા લાગ્યો હતો કે અમારી દીકરી ક્યાં હશે કોણ સાચવશે તેમને કેનેડા સ્થિત મિત્રને જાણ કરી હતી કે દીકરી ઘરે લઇ જવા જણાવેલ હતું. ત્યારે સોસાયટીના લોકોએ ઘરે લાવવા પર વિરોધ કર્યો હતો ત્યારે દીકરીને એક રાત તો હોસ્પિટલના પાર્કિંગમાં જ રાખવી પડી હતી ડોકટરોના મતે દીકરીને હોમ ક્વોરોનટનની સલાહ આપી હતી. તેવા સમયે SP રિંગ રોડના એક ડોક્ટર ભગવાન બનીને આવ્યા અને આ પાંચ વર્ષની દીકરીને પોતાના ઘરે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કેનેડા સ્થિત મિત્ર એ ટવીટરના માધ્યમથી અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ માંગી હતી અને બાળકીની સાર સંભાળ લેવા અપીલ કરી હતી.

ત્યારે અમદાવાદ મ્યુ,કમિશનર ડો. ઓમપ્રકાશ ટવીટરથી કેનેડા વાળા મિત્રનો સંપર્ક કરી દીકરીને સારસંભાળની ખાતરી આપી હતી. ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલના એક ડોકટરે દીકરી સાચવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ કોરોના ગ્રસ્ત માતા-પિતા ના ભાઈ કચ્છથી અમદાવાદ આવવા રવાના થયા હતા તેમને પોલીસ ની મદદ માંગી હતી અને એલિસબ્રિજ પોલીસ મથકના પોલીસ અધિકારી એ પણ કચ્છ થી આવતા ભાઈને રસ્તામાં કોઈ રોકે તો સંપર્ક નંબર આપ્યા. હતા હાલ આ બાળકી કોરોનટાઇન છે ત્યારે આખા પરિવારે અમદાવાદ મ્યુ,કમિશનર પોલીસ અને ઈચ્છા દર્શાવનાર ડોકટરો નો આભાર વ્યક્ત કર્યો હતો અને વહીવટી તત્રની માનવતા જોઈ પરિવારજનોની આખોમાં લાગણી આંસુ રોકી નોતા શક્યા.

Leave a Reply

Your email address will not be published.