ગુજરાતમાં ગઈકાલે વિશ્વના બે મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેના માટે રાજ્યના અલગ અલગ જિલ્લા અને દેશની તમામ સુરક્ષા એજન્સીઓ સુરક્ષા બંદોબસ્તમાં પહોંચી હતી બંદોબસ્ત બાદ પોલીસ પોતાના ફરજ પારના જિલ્લામાં પરત ફરી રહી હતી ત્યારે પોલીસ ને અકસ્માત નડ્યો જેની જાણ થતા ગુજરાત કોંગ્રેસના યુવાનેતા અને વિધાનસભ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મદદે પહોંચ્યા હતા અને બચાવકામગીરીમાં જોતરાઈ ગયા હતા.
ગઈકાલે ટ્રમ્પ અને મોદી ના કાર્યક્રમ ને લઇ ને રાજ્ય ની તમામ પોલીસ ને ટ્રમ્પ ના કાર્યક્રમમાં બંદોબસ્તમાં મુકવામાં આવેલ હતા જેમાં બોટાદ જિલ્લાની પોલીસ પણ બંદોબસ્તમાં પહોંચી હતી અને બંદોબસ્ત પૂર્ણ કરી પરત જતી હતી ત્યારે અમદવાદ થી બગોદરા તરફના હાઇવે પાર ધંધુકા પાસે પોલીસ વાનને અકસ્માત નદી ગયો હતો જેમાં પોલીસ વાન પલ્ટી મારી ગયું હતું જેમાં ફરજ પૂર્ણ કરી પરત જતા તમામ પોલીસ કર્મચારીઓ હતા આ ઘટનાની જાણ અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને થતા ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

પોલીસની ગાડી ધંધુકા નજીક એક નાળામાં પલ્ટી ખાઈને પડી ગઈ હતી પરેશ ધાનાણીને ઘટના ની જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને તમામ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને બહાર કાઢીને નજીકના સારવાર કેન્દ્રોમાં મોકલવાની કામગીરી શરૂ કરી હતી અને પોલીસે પણ પરેશ ધાનાણી ની કામગીરીથી ખુશ થયા હતા વિપક્ષમાં હોવા છતાં શાસક પક્ષના પોલીસ કર્મચારીઓની મદદ કરી હતી અને જણાવ્યું હતું કે પોતાના તાયફામાં સુરક્ષા કર્મીઓનો ભોગ લેવાઈ જાત પરંતુ સત્તાપક્ષ અને વિપક્ષ બધું ભૂલી ધાનાણીએ માનવતનું ઉમદા કાર્ય કરી પ્રોટોકોલને નેવે મૂકીને માનવતા મહેકાવી પોલીસ કર્મચારીઓના જીવ બચાવ્યા હતા.