/

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયા સાયકલ યાત્રા કરી જન સંપર્ક કરશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ અત્યાર થી જોર લગાવવાની શરૂઆત કરી છે. ત્યારે કોંગ્રેસ પણ આંતરિક વિખવાદ ભૂલીને પ્રચારમાં લાગી ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની 150 વર્ષ ગાંઠ ચાલી રહ્યું છે કોંગ્રેસ દ્રારા સાયકલ યાત્રા કરી લોક સંપર્ક કરી જન જન સુધી પહોંચશે 3 ફેબ્રુઆરી એ ગુજરાત કોંગ્રેસ ના બે દિગજ નેતા અર્જુન મોઢવાડીયા અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પોરબંદર જિલ્લાના ગામડાઓમાં જઇ લોક પ્રશ્નો સાંભળશે.

આગામી દિવસો માં આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ ને ધ્યાને રાખી કોંગ્રેસે સાઇકલ માં હવા ભરી છે અને હવે એજ સાઇકલ પર સવાર થઈ કાર્યકરો માં હવા ભરવા ગુજરાત ના બન્ને નેતાઓ કાલે સાવર થી ગામડે ગામડે જશે કાર્યકરો સાથે રહી લોકો ની સાથે વાર્તાલાપ કરશે જેને લઇ ને પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલ ની સાયકલ યાત્રા તડામાર ત્યારી કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લા માં કોંગ્રેસ ના નેતાઓ સાઇકલ લઈ ને જશે.

Leave a Reply

Your email address will not be published.