વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્ર લખી માજી સૈનીકોની ચીતાં કરી.મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજુઆત કરી. માજી સૈનિકો અને પરિવારજનો ને આંદોલન કરવા પડે એ વાત શરમજનક ગણાવી હતી.ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી માજી સૈનિકોની માંગ સંતોષવાની માંગ કરી છે
અમરેલીના ધારાસભ્ય અને કોંગ્રેસ આગેવાન અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ માજી સૈનિકોની ચિંતા કરતો એક પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખીને માજી સૈનિકોની 14 જેટલી માંગો છે.તે સંતોષવા અને તેમાં યોગ્ય રજુઆત કરવાની વાત પત્રમાં લખી છે. ધાનાણીએ પત્ર માં 14 જેટલા મુદા ટાંક્યા છે.અને દરેક મુદા પર સરકારે ગંભીરતા પૂર્વક ધ્યાન આપીને દેશના સીમાડાના માજી રક્ષકો ની ચિંતા કરવી જોઈએ.

ધાનાણીએ પત્ર માં જણાવ્યું છે. કે સતત ટાઠ, તડકા અને વરસાદની પરીસ્થીતીમાં દેશ અને રાજ્યોના સીમાડાની રક્ષા કરતાં સૈનીકોને સૈનિકો ને પોતાના હક્ક માટે રાહ જોવી પડે છે તે કેટલી વ્યાજબી ગણી શકાય.ધાનાણીએ વધુ માં ઉમેર્યું હતું કે માજી સૈનિકોએ 26 મી જાન્યુઆરી એ અમદાવાદ ખાતે એક દિવસના ધરણા કાર્યા હતા. તેમની માંગ સંતોષવી અને આવકાર્ય છે. તેથી તાત્કાલિક 14 જેટલા મુદ્દે વહેલી તકે વિચારણા કરી માજી સૈનિકો ને ન્યાય આપવા વાત કરી હતી. ધાનાણી એ જણાવ્યું હતું કે જે સૈનિકોએ દેશ માટે બલિદાન આપ્યું છે .તેવા સૈનિકોના પરિવારજનો અને માજી સેનિકોને 26 જાન્યુઆરી ના દિવસે જ આંદોલન ના મંડાણ કરવા પડે એ સરકાર માટે શરમજનક બાબત કહી શકાય.