/

ધારાસભ્યોના સહયોગનો વિશ્વાસ છે પરેશ ધાનાણી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવતા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પોતાના ધારાસભ્યો પોતાની સાથે હોવાના દવા કરે છે કેટલાક ધારાસભ્યોને પોતાનું માન નહિ રહ્યું હોવાથી રિસાઈ પણ ગયા છે તો કેટલાક ભૂગર્ભ માં પણ ઉતરી ગયા છે ત્યારે ગુજરાત વિધાનસભાના નેતા પરેશ ધાનાણી એ મીડિયા સમક્ષ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ ના ધારાસભ્યો પર અમો ને પૂરો વિશ્વાસ છે અને એમના સંપૂર્ણ સહયોગ થી અમો રાજ્યસભાની બન્ને બેઠકો જીતી જવાના છે ધાનાણી એ ભાજપ પાર આક્ષેપ કરતા જણવ્યું હતું કે કમલં ખાતે પ્રજા ના પ્રતિનિધિ ના ઇમામ ખરીદીની દુકાન ખોલવામાં આવી છે .

કોંગ્રેસના ધારાસભ્યો એક જૂથ થઇ ભાજપની ખરીદ દુકાનને તાળા મારશે ધાનાણી એ વધુ માં ઉમેર્યું હતું કે હું વિધાનસભા વતી ખાતરી આપું છું કે અમો એકજુથ થઇ બન્ને ઉમેદવારોને જીતાડશું ત્રીજો ઉમેદવાર ઉભો રાખવો એ ભાજપ ના સંસ્કાર છે પરેશ ધાનાણી તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપના પ્રતિનિધિઓ મોઢું બંદ રાખવાના હપ્તા પણ લે છે ધાનાણીના આક્રમકઃ જવાબ થી ભાજપ માં જબરો સોપો પડી ગયો હતો. 

Leave a Reply

Your email address will not be published.