/

પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને બેંક, પોસ્ટ અને વીમા કચેરીના કર્મચારીઓ માટે કરી ભલામણ

રાજ્યમાં કોરોના વાયરસના કારણે મહામારી જાહેર કરવામાં આવેલ છે. વિશ્વના 199થી વધુ દેશોમાં કોરોના વાયરસ તીવ્રતાથી ફેલાઈ રહ્યો છે જેના કારણે હજારો લોકો મોતના શિકાર બન્યા છે.. ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના વાયરસને અટકાવવા સતત પ્રયત્નો કરી રહી છે ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં સકારાત્મક નિર્ણય લેવાની રાજ્ય સરકારને અપીલ કરી છે. 21 દિવસના લોકડાઉનના પગલે પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓની સાથે અન્ય કર્મચારીઓ જેવા કે જિલ્લાના સમહર્તા કલેકટર, રાજ્યના અન્ય મહેસુલી પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વગેરેની આવશ્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ભીડભાડ વાળા વિસ્તારમાં તેમજ કચેરીમાં ફરજ બજાવતા, બેંક, પોસ્ટ, વીમા કચેરીના કર્મચારીઓ પરિવારની ચિંતા કર્યા વગર જાનના જોખમે અડીખમ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આવા તમામ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજ્ય

Leave a Reply

Your email address will not be published.