///

ડોનાલ્ડ ટ્રમ્પને લઇ ધાનાણીએ શું કર્યું ટ્વીટ ?

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પત્ની મેલેનિયા સાથે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. જેમાં પીએમ મોદીએ એરપોર્ટ પર ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ ટ્રમ્પના અમદાવાદ આગમનને લઇને એક ટવીટ કર્યુ છે. પરેશ ધાનાણીએ અતિથિ દેવો ભવ લખીને ટ્રમ્પનું સ્વાગત કર્યુ છે. તેમના ટવીટ પરથી લાગી રહ્યુ છે કે, તે ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને લઇને ખુશ છે.

પરેશ ધાનાણીએ ટવીટ કરીને જણાવ્યુ કે, અતિથિ દેવો ભવઃ, આજે પૂજય ગાંધીનાં ચરખે વિશ્વની સૌથી મોટી અને વિશ્વની સૌથી શ્રેષ્ઠ લોકશાહી વચ્ચે સ્વાભિમાન સાથે રાષ્ટ્રીય હિતોનાં મજબુત તાણા-વાણાં ગૂંથાઇ એવી અપેક્ષા છે. અમેરિકાનાં રાષ્ટ્રપ્રમપખનું ગરબી ગુજરાતમાં સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.