//

નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વાંઢાઓની કરી ચિંતા જાણો વાંઢાઓ માટે શું બોલ્યા ધાનાણી

અમરેલી ખાતે વેલનાથ યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુવાળીયાકોળી સમાજના સમૂહ લગ્ર પ્રસંગે  ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ  હાજરી આપી હતી. જેનો એક વીડિયાે વાયરલ થયાે છે. જેમાં પરેશ ધાનાણીએ  ગુજરાતમાં વાંઢાઓ ઉપર નિવેદન આપતા કહ્યુ કે, સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. જેનાં કારણે આજે  દીકરાઓ લગ્ન વગર રખડી રહ્યા છે.

નવયુગલાેને શુભકામનાઓ પાઠવી હતી. વાયરલ વીડીયાેમાં પરેશ ધાનાણીએ  જણાવ્યુ હતુ કે, અહીં વડીલાેમાં બેસેલા અનેક વાંઢાઓ હશે. યુગ બદલાયાે છે એક વખત રાજાઓને  ત્યાં અનેક રાણીઓ હતી. પરંતુ આજે કળીયુગમાં રાજા રખડે છે. અને રાણી માન ખાય છે. આજે દરેક ગામમાં 50 જેટલા વાંઢાઓ રખડે છે. જે સમાજ અને આપણા માટે ચિંતન અને મનન કરવુ પડશે. એક સમય હતાે કે, દીકરી જન્મતા પહેલા જ પેટમાં ખંજર મારી તેની હત્યા કરવામાં આવતી હતી. જેનાં પાપે આજે  સમાજમાં દીકરાઓ વાંઢા ફરી રહ્યા છે. આજે  સમાજે સંકલ્પ કરવાે જાેઇએ કે, દીકરી હાેય કે દીકરાે મીઠાે પ્રસાદ સમજીને સ્વીકાર કરવાે જાેઇએ. જેથી હવે વાંઢાઓ  રખડતા બંધ થઇ જાય. નહીંતર આપણી  દીકરી સમાજમાં પીંખાતી રહેશે. સમૂહ લગ્ન તમામ લાેકાેને બે હાથ જાેડીને પ્રાથના કરુ છું કે , કુદરત જે પણ આપે  તેના વધામણાં પુજા કરજાે દીકરીને બચાવી તેને શકિતનુંરૃપ ગણી તેનું જતન કરવાની સમાજને અપીલ અને વિંનતી કરી હતી 

Leave a Reply

Your email address will not be published.