////

પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી

ભારતીય ટીમના અને ગુજરાત તરફથી રણજી ટ્રોફી રમનારા પ્લેયર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. પાર્થિવ પટેલે નિવૃત્તિની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી હતી. 

પાર્થિવ અજય પટેલનો જન્મ 9 માર્ચ 1985ના રોજ અમદાવાદ ખાતે થયો છે. પાર્થિ્વ એક ભારતીય ક્રિકેટર, વિકેટકીપર- બેટ્સમેન હતાં. આ ઉપરાંત તે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ સભ્ય છે. તેઓ એક ડાબોડી બેટ્સમેન છે.

ક્રિકેટમાં પા પા પગલી

પાર્થિવ પટેલે 1996માં સ્કુલ તરફથી ક્રિકેટ રમત રમવાની શરૂઆત કરી હતી. પાર્થિવ પટેલ ઇયાન હૈલે અને એડમ ગિલક્રિસ્ટના ફેન હતાં. 1998માં તેમની પસંદગી ગુજરાત UNDER-14ની ટીમ માટે કરવામાં આવી હતી.

સૌ પ્રથમવાર ધ્યાન પડ્યું

સૌ પ્રથમ વાર ક્રિકેટજગતના પત્રકારોની નજર પાર્થિવ પર ડિસેમ્બર 2000માં પડી હતી, જ્યારે તેણે મહારાષ્ટ્રની ટીમ સામે ગુજરાતની ટીમ તરફથી પશ્ચિમી ઝોન લીગ UNDER-16માં રમી રહ્યાં હતાં. ત્યારે પાર્થિવએ બેટ્સમેન અને વિકેટકીપરના રૂપે મેચ બચાવવા અને ફોલો ઑન ખાળવા મેચના બન્ને દાવમાં 101 રન (196 બોલમાં) અને 210 રન (297 બોલમાં) કર્યા હતાં

15 વર્ષની ઉમરમાં પાર્થિવને પશ્ચિમી ઝોન UNDER-19ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને પાર્થિવએ ઇંગ્લેન્ડ સામે UNDER-19ની એક મેચમાં ટીમનું નેતૃત્વ કર્યુ હતું. ત્યારબાદ ભારતીય UNDER-19 માટે પણ તેમની પસંદગી થઈ હતી. વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણવા ઉપરાંત તેઓ પ્રાશિક્ષક રૉજર બિન્ની પાસે તાલીમ લેતા હતાં.

સફળતા

પાર્થિવએ 2001માં એશિયા કપમાં રાષ્ટ્રીય UNDER-17 ટીમને જીત અપાવી હતી. જેને લીધે તેઓને ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટ એકેડમી, એડિલેડમાં છ સપ્તાહ પ્રશિક્ષણ લેવાની તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ન્યુજ઼ીલેન્ડમાં યોજાનારા 2002 વર્લ્ડકપમાં UNDER-17 ટીમના કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો.

ટર્નિંગ પોઇન્ટ

પાર્થિવની જીંદગીમાં મહત્વનો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે તેને કોઇપણ સ્તરે રણજી ટ્રૉફીમાં ગુજરાતનું નેતૃત્વ ન કરવા છતાં તેમના 17માં જન્મદિવસના થોડા દિવસ બાદ જ તેમની પસંદગી સાઉથ આફ્રીકાના પ્રવાસ 2002ની ઇન્ડિયા A ટીમમાં થઇ હતી. ત્યારબાદ તેમની પસંદગી ઇંગ્લેન્ડ પ્રવાસ પર જનાર ભારતીય ટીમમાં વિકેટ-કીપર રૂપે થઇ હતી.

ભારતીય ટીમમાં સ્થાન મળ્યું

પાર્થિવ પટેલને ભારતીય ટીમ તરફથી રમવાની પહેલી તક 2002માં મળી હતી. તે વખતે તેણે સૌથી નાની વયના વિકેટકિપરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પાર્થિવે જ્યારે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું ત્યારે તે વખતે ફક્ત 17 વર્ષ અને 153 દિવસની ઉંમરનો હતો. રણજી ટ્રોફીમાં તેણે નવેમ્બર 2004માં ડેબ્યુ કર્યું હતું. 

પ્રદર્શન

પાર્થિવએ ભારત તરફથી રમતા 38 વન ડેમાં 23.74ની એવરેજથી 736 રન કર્યા છે. જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 95 રન છે. આ ઉપરાંત તેને 4 હાલ્ફ સેન્ચુરી ફટકારી છે. તેણે 30 કેચ અને 9 સ્ટમ્પ આઉટ પણ કર્યા છે. જ્યારે ટેસ્ટમાં રમતા 25 મેચમાં 31.13ની એવરેજથી 934 રન કર્યા છે. જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 71 રન છે અને 6 હાલ્ફ સેન્ચુરી પણ કરી છે. તેણે 62 જેટલા કેચ અને 10 સ્ટમ્પ આઉટ કર્યા છે.  T-20માં પાર્થિવને દેશ તરફથી રમવામાં બહુ મોકો મળ્યો નથી અને 2 મેચ રમી છે જેમાં તેને 18ની એવરેજથી 36 રન બનાવ્યાં છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. આઈપીએલ 2020માં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી એક પણ મેચ રમવાની તક મળી નહતી. 
 

પાર્થિવ પટેલનો ભારતીય ટીમ તરફથી કોઇ ખાસ પ્રભાવ રહ્યોં ન હતો. પરંતુ તેને રણજી ટ્રોફીમાં ગુજરાત ટીમનું નેતૃત્વ કરી સારી સફળતા પ્રાપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published.