///

પાર્થિવ પટેલને મળી નવી જવાબદારી, આ ટીમની…

પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ ગુરૂવારના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે જોડાઈ ગયો છે. પાર્થિવ પટેલ મુંબઇ ઇન્ડિયનમાં ટેલેન્ટ સ્કાઉટ (નવી પ્રતિભાઓને શોધનાર)ની જવાબદારી સંભાળશે.

ઉલ્લેખનિય છે કે ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાર્થિવ પટેલે બુધવારે નિવૃતીની જાહેરાત કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પાર્થિવને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો સારો અનુભવ છે. આ સિવાય તેને આઈપીએલ સ્પર્ધાની પણ સારી એવી સમજ ધરાવે છે.’ મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે, તે પાર્થિવ ફ્રેન્ચાઇઝી સાથે જોડાતા ખુશ છે.

તેણે કહ્યું કે, જ્યારે પાર્થિવ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો, ત્યારે અમને તેની ક્રિકેટની સમજને જાણવાની તક મળી હતી. તેને ક્રિકેટનું ઊંડુ જ્ઞાન છે અને તેનાથી હું અમારી નવી પ્રતિભા શોધવાના કાર્યક્રમમાં તેના યોગદાન પ્રત્યેની મને ખાતરી છે.

પાર્થિવએ કહ્યું, હું જ્યારે મુંબઈ તરફથી રમ્યો ત્યારે પૂરો આનંદ લીધો હતો. આ ચેમ્પિયન ટીમની સાથે ત્રણ વર્ષ પસાર કર્યા અને તે ક્ષણ હજુ યાદ છે. આ મારી જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવાનો સમય છે. હું મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ પાસેથી મળેલી આ તકને લઈને ઉત્સાહી, આશાવાદી અને આભારી છું.

મહત્વનું છે કે મુંબઇએ 2015 અને 2017માં જ્યારે ટ્રોફી જીતી ત્યારે પાર્થિવ ટીમનો સભ્ય હતો.

Leave a Reply

Your email address will not be published.