/

રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં સહભાગી બનો- ભાજપના પ્રદેશ અધ્યક્ષ

કોરોના મહામારી સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના દરેક કાર્યકર્તાઓ અને જનતા રાષ્ટ્રસેવાના ઉમદા કાર્યમાં સહભાગી બને તેવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા અપીલ કરાઈ છે. ગુજારાતના આશરે 20 હજાર બૂથોમાં ભાજપના દરેક કાર્યકર્તા ઓછામાં ઓછા 100 રૂપિયા કે તેથી વધુ રાશીનું અનુદાન કરી, 10 કે તેથી વધુ લોકોને અનુદાન કરવા પ્રેરિત કરે તેવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બધાજ કાર્યકર્તાઓને અપીલ કરી છે. સાથેજ મહામારીના સમયમાં રાહત અને સારવારની કામગીરીને પહોંચી વળવા વડાપ્રધાન રાહત ફંડમાં સમગ્ર દેશની જનતા યથા શક્તિ મુજબ દાન આપી રહી છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ અને જનતા પણ રાષ્ટ્રસેવાના ઉમદા કાર્યમાં સહભાગી બની રહે તે માટે તેઓએ એકાઉન્ટ નંબર સાથેની જાણકારી પણ આપી હતી.
A/C Name: PM CARES
Account Number: 2121PM20202
IFSC Code: SBIN0000691
SWIFT Code: SBININBB104
Name of Bank & Branch: State Bank Of India, New Delhi Main Branch
UPI ID: pmcares@sbi
જીતુ વાઘાણીએ જણાવ્યું કે PM CARESમાં અનુદાન આપી સહયોગી બની શકો છો સાથેજ વેબસાઈટ સાથે ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ, ઈન્ટરન્ટ બેકિંગ, UPI(BHIM, PHONEPE, AMAZON PAY, GOOGLE PAY, PAYTM, MOBIKWIK, ETC;) અને RTGS/NEFT દ્વ્રાર ફંડ જમા કરાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.