ગુજરાત પાસ કન્વીનરોની બેઠક યોજાઈ પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આ બેઠક યોજાઈ છે બેઠકમાં હાર્દિક પટેલને પડી રહેલ કાયદાકીય ગૂંચવણ અંગે ચર્ચા થઇ હાર્દિક છેલ્લા ઘણા બધા દિવસથી ભૂગર્ભમાં છે ત્યારે આ બેઠકમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, નિખિલ સવાણી , ધાર્મિક માલવિયા , સહીત તાલુકા જીલ્લાના કન્વિનરો હાજર છે. મિટીંગ મા પાટીદાર યુવાનો પર કરવા મા આવેલા ખોટા કેસોને લઈને ચચાઁ કરવામાં આવી છે.

ગુજરાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે અમારા પર ખોટા કેસો કરાયા છે યુવાનોને તકલીફ થઇ રહી છે હાર્દિક પટેલ પર પણ સરકાર દ્વારા શકંજા ખેંચાઈ રહ્યા છે

યુવાનો આવતા દિવસ માં મહત્વનો રોલ ભજવશે. વધુમાં અલ્પેશે કહ્યું કે સરકાર 2017 અને 2019માં ચૂંટણી વખતે કેશ પાછા ખેંચવાની વાતો કરે છે પરંતુ દર કોઈ કાર્યવાહી નથી થઇ અમારા યુવાનો ને પરેશાન કરાઈ છે.