સમગ્ર દેશ અને દુનિયા આજે કોરોનાના ભયથી એંટલો ડરી રહ્યો છે કે દરેક વાતમાં કોરોના જ દેખાઈ છે થોડા દિવસ પહેલા લોકસાહિત્યના કલાકાર સાંઈરામ દવેએ એક રેપ સોંગ ગાઈને કોરોના ભયથી મુક્તિ મેળવવાની વાત કરી હતી. તો લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ પણ કોરોનાની હૂંડી ગાઈને લોકોને જાગૃત થવા અપીલ કરી હતી.
એવી જ રીતે હવે નાની એવી ફોરમ કિરીટ પટેલ કવિતા સંભળાવી લોકોને કોરોનાના ભયથી મુક્તિ કેમ મેળવવી તેની એક નાનકડી પંક્તિઓ લોકો સમક્ષ સોસીયલ મીડિયાના માધ્યમથી પીરસી રહી છે કવિતા ખુબ નાની છે પણ નાના મોઢે વાતો ઘણી મોટી કહી છે પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલની પુત્રી ફોરમની આ કવિતા આજે મોબાઈલમાં ધૂમ મચાવી રહી છે કવિતાના શબ્દો માંથી લોકોને ઘણી શીખ મળે તેના માટે બાળકીની કવિતાને લોકોએ વધાવી લીધી છે કહેવત છે નાનામોઢે મોટી વાતના શોભે પરંતુ કયારેક નાનામોઢે મોટી વાત ઘણું બધું કહી દે એ હકીકત છે

કિરીટ પટેલની પુત્રીએ આગવી શૈલીમાં પોતાના નાનકડા રૂપકડા શબ્દોને કવિતામાં ગોઠવીને કવિના મોઢે શોભે તેવી ભાષામાં કવિતા કહી છે નાની ઉંમર માં ફોરમે ઘણી મોટી વાત કરી લોક જાગૃતિનો સંદેશ આપ્યો છે.