/

પાસે ફરી માંડ્યો સરકાર સામે મોરચો : જાણો પાસની આગામી રણનીતિ

અમદાવાદના વસ્ત્રાલ ખાતે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી જેમાં ગુજરાત ભરના પાસ કન્વીનરો હાજર રહ્યા હતા અને સરકાર સામે આંદોલનની નવી રણનીતિ જાહેર કરી હતી. ગુજરાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ રણનીતિ જાહેર કરતા કહ્યું હતું કે હાર્દિકના પત્નીને બહાર આવવું પડે એ આપણા માટે કમનસીબી છે. કેસો પાછા ન ખેંચવા હોય તો જાહેર કરે અમે આવકારી લેશું. અમારી મોમેન્ટમાં મંદી છે એટલે આ સરકાર તેજીમાં આવી છે. પાસ ટિમ આગામી સમયમાં રાજ્યભરમાં આવેદન પત્ર સાથે જ આંદોલન સમયે મધ્યસ્થી થયેલા આગેવાનોને મળશે અલ્પેશ કથીરિયાએ ચીમકી આપતા કહ્યું કે કેસો પરત નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલન કરાશે.

આપણો સમય આવશે ત્યારે આ બધાના સરનામાં બદલાવી નાંખીશુ : કિંજલ હાર્દિક પટેલ

હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ આ બેઠકમાં પહોંચ્યા હતા અને કિંજલે સરકાર પર આક્ષેપો કરતા કહ્યું હતું કે આપણો સમય આવશે ત્યારે આ બધાના સરનામાં બદલાવી નાંખીશુ. હજુ પણ 50% સફળતા મળવાની બાકી છે. હજુ પણ આપણા યુવાનો પર ખોટા કેસો લાગેલા છે 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે મંતવ્ય બધાના ભલે અલગ હોય મંજિલ એક હોવી જોઈએ સમાજની વાત આવે ત્યારે ભાજપ – કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.

સમાજના આગેવાનો પર આક્ષેપ

પાસ કન્વીનર મનોજ પનારાએ કહ્યું કે રાવણના ભાઈ વિભિક્ષણે રામને સાથ આપ્યો હતો આપણા આગેવાનોએ સરકારને સાથ આપ્યો છે અમારા કેસ પાછા નહિ ખેંચાય તો આગામી ચૂંટણી પહેલા થશે નવું આંદોલન થશે અને યાત્રાઓ સભા અને રેલીઓ થશે.

ગુજરાત પાસ કન્વીનરોની બેઠક યોજાઈ પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આ બેઠક યોજાઈ છે બેઠકમાં હાર્દિક પટેલને પડી રહેલ કાયદાકીય ગૂંચવણ અંગે ચર્ચા થઇ હાર્દિક છેલ્લા ઘણા બધા દિવસથી ભૂગર્ભમાં છે ત્યારે આ બેઠકમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, નિખિલ સવાણી , ધાર્મિક માલવિયા , અને હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ સહીત તાલુકા જીલ્લાના કન્વિનરો હાજર છે. મિટીંગ મા પાટીદાર યુવાનો પર કરવા મા આવેલા ખોટા કેસોને લઈને ચચાઁ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.