///

હવે દરદીને નહી મારી શકે નાણાંની તંગી, રાજુલામાં બનશે ફ્રી સેવા આપતી હોસ્પિટલ…

અતિ આધુનિક સુવિધાથી સજજ અને નિઃશુલ્ક હોસ્પિટલનું નિર્માણ અમરેલીનાં રાજુલામાં  થઇ રહ્યુ છે. આમતો સરકાર અને સામાજીક સંસ્થાઓ આરોગ્ય અને શિક્ષણ પર પોતાનું મહત્વનું યોગદાન આપતી હોય છે. પરંતુ દ્વરિદ્વ નારાયણને આજના આધુનિક જમાનામાં વધુમાં વધુ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય એ પણ નિઃશુલ્ક સેવા મળી રહે તેવી કથાકાર મોરારીબાપુના ટકોરથી હવે રાજુલામાં એક દાતાઓ અને ખમીરવંતા સમાજના સહયોગથી નજીકનાં દિવસોમાં જ અકલ્પનિય અતિ આધુનિક અને આજનાં યુગને સમકક્ષ બની રહે તેવી હોસ્પિટલ સાકાર થવા જઇ રહી છે. કથાકાર મોરારીબાપુની હાંકલથી દાતોઓને વિચાર આવ્યો અને બાપુના પડયા બોલ ઝીલી લીધા અને સેવાયજ્ઞનો પ્રાંરભ કરવા લોકોએ પોતાની મુઠ્ઠી ખોલી કરોડોના દાનની જાહેરાત કરી દીધા છે.

રાજુલા પંથકમાં સાકાર થઇ રહેલી આધુનિક હોસ્પિટલમાં દર્દી અને તેમની સાથે રહેલા લોકોને રહેવા, જમવા અને આરોગ્યને લગતી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલનું નિર્માણ થશે. વ્યાસપીઠ ઉપરથી બાપુ હંમેશા દાતાઓ અને શૂરવીરોને જ્ઞાન સાથે ગમ્મત કરાવતા હોય છે. પરંતુ તેની સાથે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની ચિંતા પણ કરતા હોય છે. વ્યાસપીઠ પરથી બાપુએ લોકોને ટકોર કરી કે દેશનાં ભાવિ ભવિષ્ય માટે આરોગ્ય, શિક્ષણ અને ભોજન મફત મળવું જોઇએ આ વાતને શ્રોતાઓએ સ્વાકારી અને તે દરમિયાન થયો સેવા યજ્ઞનો પ્રારંભ. નિર્માણ થવા જઇ રહેલી  હોસ્પિટલમાં દરેક રોગોની નિઃશુલ્ક સેવા અને ભોજનની ખાસ પ્રકારની અને આરોગ્યની સેવાનો પ્રારંભ થશે. જેમાં દર્દી કે તેના પરિવારજનોને કોઇ પણ જાતનો ચાર્જ આપવાનો રહેશે નહીં. જેનાં માટે આગામી ૧૪મી માર્ચથી ૨૨ માર્ચ સુધી અમરેલીનાં રાજુલામાં સંત મોરારીબાપુનાં વડપણા હેઠળ આ હોસ્પિટલનું શ્રી રામ કૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ શરૂ થશે.

જેમાં રાજુલાનાં મૂળ વતની અનિલ નંદલાલ મહેતા અને મુંબઇના ઉધાગપતિ હરેશ મહેતા, પૂર્વ ચીફ સેકરેટરી પી.કે લેહરી, ધારાસભ્ય અમરીશ ડેર, માયાભાઇ આહિર, સાંઇરામ દવે સહિતનાં લોકો હોસ્પિટલનાં ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. જેમાં માયાભાઇ આહિરે તો પોતાની સોેનાની લગડી જેવી ૧ કરોડ રૂપિયાની કિંમતી જમીન હોસ્પિટલનાં નિર્માણ માટે આપી દીધી છે. તેમજ રાજુલાનાં નગરશેઠ ગણાતા અનિલ શેઠે ૨ કરોડ રૂપિયાનું માતબર દાન આપ્યુ છે. તેમજ નિર્માણ થનારી આધુનિક હોસ્પિટલનાં કામ માટે અમેરિકાના સ્થિત કાંતીભાઇ વાળંદ દ્વારા પણ બાપુની કથા દરમિયાન યજમાન બનીને ખૂબજ મોટો સિંહફાળો આપ્યો છે અને દાતાઓને રાજુલા ખાતે ૧૪ માર્ચથી શરૂ થનારી કથામાં ઉપસ્થિત રહેવા અને દાનની સરવાણી કરવા રામ કૃષ્ણ સેવા આરેગ્ય ટ્રસ્ટીઓએ આહવાન કર્યુ છે તેમજ ભગીરથ કાર્યમાં દુનિયાનાં કોઇ પણ બેઠેલા લોકોને મળશે.

Leave a Reply

Your email address will not be published.