/////

VIDEO : ‘સોચના ક્યા જો ભી હોગા..!’ ગીત ગુંજતા PPE કિટમાં ડૉક્ટરો સાથે દર્દીઓ પણ ઝુમી ઉઠ્યા

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે. ત્યારે કોરોનાના વધતા કેસને પગલે દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના દર્દીની મજબૂત ઈચ્છાશક્તિ જ કોરોના સામે લડવા માટે સૌથી વધુ જરૂરી હોય છે. ત્યારે કોરોના મહામારીમાં કોરોનાના કારણે અનેક પરિવારોનો માળો વીખાઈ રહ્યો છે, તે વચ્ચે વડોદરાની પારૂલ યુનિવર્સિટી સ્થિત પારૂલ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યાં છે, તો બીજી તરફ સારવાર દરમિયાન આજુબાજુ મૃતહેદો જોઈને પણ કેટલાક લોકો આશા હારી જતા મૃત્યુને ભેટે છે. ત્યારે કોરાનાની વિકટ સ્થિતિમાં દર્દીનો ડર દૂર કરવા તેમજ તેમનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે તેઓ જલ્દી સ્વસ્થ થઈને ઘરે જાય તે માટે પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પારુલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓને મનોરંજન પૂરૂ પાડીને તેમનો તનાવ ઓછો કરવા માટે ગીતો સાથે ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો વીડિયો પણ યુ-ટ્યૂબ પર લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં હોસ્પિટલનો સ્ટાફ પીપીઈ કિટ પહેરીનો કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ વચ્ચે સંગીતના તાલે પર ફિલ્મી ગીત પર કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોરંજન કરી રહ્યાં છે.

પારૂલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ હિન્દી ફિલ્મના સુપરહીટ સોંગ “સોચના ક્યાં જો ભી હોગા દેખા જાયેગા”ના તાલે ઝૂમી રહ્યાં છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોવિડ વોર્ડમાં દાખલ યુવાથી લઈને વયસ્ત તમામ દર્દીઓ હોસ્પિટલ સ્ટાફ સાથે ફિલ્મી ગીત પર ગરબા રમીને પોતાનો દર્દ ભૂલી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.