પેટીએમની પેટાકંપની પેટીએમ મનીએ પોતાના પ્લેટફોર્મ પર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સનું લોન્ચિંગ કર્યું છે. માર્કેટ રેગ્યુલેટર સેબીથી મંજૂરી મળ્યા બાદ પેટીએમ મનીએ પોતાના પ્લેટફોર્મ પર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની(ETF) સુવિધા શરૂ કરી છે.
એક રિપોર્ટ મુજબ પેટીએમ મનીનું કહેવું છે કે નવા રોકાણકારોને ધ્યાનમાં રાખીને તેને સરળ અને સુવિધાજનક બનાવવાની કોશિશ કરવામાં આવી છે. પેટીએમ મનીના માધ્યમથી રોકાણકાર ઇક્વિટીમાં 16 રૂપિયા, ગોલ્ડમાં 44 રૂપિયા અને નિફ્ટીમાં 120 રૂપિયા જેવી ઓછી રકમથી ETF રોકાણ શરૂ કરી શકે છે.
રિપોર્ટ મુજબ ભારતમાં ઇંડેક્સ, ગોલ્ડ, ઇક્વિટી અને ડેટ કેટેગરીમાં 69 જેવા ETFs હાજર છે. માહિતી મુજબ પેટીએમ મની પર ETFની લાઇવ પ્રાઇસ અપડેટ થતી રહેશે. રોકાણકારો ઓપન માર્કેટ અવરમાં સેલ ઓર્ડર નાખી શકે છે અને પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં મેળવી શકે છે.