/

મોડાસામાં મગફળીની હરરાજી 5 દિવસ સુધી બંધ

મોડાસા APMCમાં મગફળીની વધારે પડતી આવકના પગલે હરરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા APMCમાં મગફળીની મબલખ આવકના પગલે યાર્ડમાં માલનો ભરાવો થયો છે. જેથી સંચાલકોએ 5 દિવસ એટલે કે 3 નવેમ્બર સુધી હરરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર 1055 રૂપિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે, જ્યારે હરરાજીમાં ખેડૂતોને રૂપિયા 1,150થી 1200 મળી રહ્યા છે. જેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.