//

રાજકોટના ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની અધધ… આવક

સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં આ સિઝનમાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવતા દોઢ લાખ ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. જેના પગલે માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલોછલ થઈ જવા પામ્યુ હતું. ખેડૂતોને 20 કિલો મગફળીના ભાવ 725થી લઈ 1061 સુધી મળ્યા હતાં.

આ ઉપરાંત મગફળી ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરના ઓઇલ મિલરો, સીંગદાણાના વેપારીઓ ઉપરાંત રાજ્ય બહારના લોકો પણ ખરીદી માટે આવી રહ્યા છે.

મહત્વનું છે કે ખરો તોલ અને રોકડા નાણાંના યાર્ડના નિયમને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો મગફળી વેચાણ કરવા ગોંડલ માર્કેટીંગ યાર્ડને અગ્રતાક્રમ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.