///

જગત મંદિરની પદયાત્રાનો સાક્ષી બન્યો સ્વાન ફુલડોળ ઉત્સવમાં જતા પદયાત્રીઓ સાથે શ્વાનની પણ પદયાત્રા

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે  દિવસો બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. જેમાં ખાસ વાત એ છે કે આ વખતે એક શ્વાન પણ જાણે આ પદ યાત્રામાં જોડાયો હોઈ તેમ યાત્રાળુ ઓ ના જણાવ્યા પ્રમાણે 30 કિલોમીટર જેવું અંતર કાપી જામનગર સુધી પહોંચી દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે અને લોકો પણ આ શ્વાનની પદ યાત્રાને કુતૂહલતા પૂર્વક નિહાળી રહયા છેયાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાીળયા ઠાકોરની સાથે રંગે રમવા ફૂલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહયા છે. ઠેકઠેકાણે સેવા કેમ્પો લગાડયા છે. જેમાં  ચા-નાસ્તો, ભોજન તેમજ આરામની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. આ ઉપરાંત પગપાળા જતા શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. તો પડયાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે. ત્યારે દ્વારકા જતાં તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગૂંજી રહ્યો છે એ એ  રસ્તા પર ભાવિકો સંગ ભજનનો સંગમ જામ્યો છે.અને અલગ અલગ ભાવ ભક્તિ અને આસ્થા સાથે લોકો દ્વારકાધીશ ના દર્શનાર્થે જય રહયા છે.

જો વાત કરવામાં આવે તો જામનગર પહોંચેલા એક પદયાત્રીઓ સાથે 30 થી 35 કિલોમીટર દૂર થી એક શ્વાન પણ સતત પડયાત્રી સંઘ સાથે જાને દ્વારકાધીશના દર્શનાર્થે જતો હોઇ તેવું પ્રતીત થાય છે તો બીજી તરફ એક શુરેશભાઈ નામના ભક્ત દ્વારા આંખે પાટા બાંધી જામનગર સુધી મા 55 કિલોમીટરનું અંતર કાપી  જામનગર સુધી પહોંચી ભગવાન શ્રી દ્વારકાધીશના ના ચરણરજ માથે ચડાવવા આગળની યાત્રા નો પ્રારંભ કરેલ છે ધૂળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે. પરંતુ, ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે તો દર વર્ષે હોળિકા દહન થઇ ગયા બાદ  દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં યાત્રાળુ અહીં પધારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.