/

દંડો હાથમાં આવ્યો એનો મતલબ એ નથી તમે ગમે ત્યાં ચલાવો- DGP

પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે પોલીસ કર્મચારીઓને સંવેદનશીલતા રાખવા અપીલ કરી હતી. નોંધનીય છે કે અમદાવાદના ક્રિષ્ન નગરમાં પોલીસ કર્મચારી દ્વારા શ્રમિકોને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો જે પૈકી પી.આઈ વિષ્ણુ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ વડેએ કહ્યું કે- કેટલાક મેડિકલ કર્મચારીઓને મકાન માલિકો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે જે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, પોલીસ કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓના પડખે ઉભા છે.. તો લોકો રેશન કાર્ડ સાથે રાખી 1લી એપ્રિલથી શરૂ થતા રેશનિંગ વિતરણમાં સહકાર આપવાની પણ અપીલ કરી હતી. દિલ્લીના નિઝામુદ્દીન વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે- દિલ્લી ઘટના અંગે મુખ્યમંત્રી સુધી ચર્ચા કરવામાં આવી છે જેની તપાસ સીઆઈડી ક્રાઈમ અધિકારી દીપેન ભન્દ્રન દ્વારા કરવામાં આવી રહી છે સાથેજ તેઓએ કહ્યું કે ભાવનગરના કેટલાક મુસ્લિમ લોકો ત્યાં શામેલ હતા

Leave a Reply

Your email address will not be published.