//

લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોને હોટલ જેવું જમવાનું પિરસતા શીખ સમુદાયના લોકો

રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં હાલ લોકડાઉનની સ્થિતિનું નિર્માણ છે. ત્યારે લોકડાઉનની સ્થિતિનો આજે નવમો દિવસ છે. આગામી ૧૪મી એપ્રિલના રોજ લોકડાઉનની સ્થિતિના ૨૧ દિવસ પૂર્ણ થશે. ત્યારે ગત ૧લી એપ્રિલથી રાજ્ય સરકાર દ્વારા ૬૫ લાખ ૪૦ હજાર રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ અને કરિયાણું આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે સસ્તા અનાજની દુકાનની બહાર જરૂરતમંદોની લાંબી કતારો જોવા મળી રહી છે. તો બીજી તરફ લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થતા રોજેરોજની મજૂરી કરી પોતાની આવક ઉભી કરતા ગરીબોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. તો સાથે જ ગત અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતીય મજૂરોને લઈ એક નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય અંતર્ગત કોઈપણ પરપ્રાંતીય મજૂરોને પોતે જે તે જગ્યાએ કામ કરતા હોય તે શહેર કે ગામ કે જીલ્લો છોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. ત્યારે તમામ જરૂરિયાત મંદ લોકો ને હાલ જમવા નું ભોજન પૂરું પાડી રહી છે સામાજિક સંસ્થા અને લોકોને મળે છે હોટેલ જેવું હાઈ ફાઇ જમવાનું

રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પાસે આવેલ દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારા દ્વારા રોજનું બાર હજાર જેટલા વ્યક્તિઓ માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. આ ફુડ પેકેટ ન માત્ર રાજકોટ શહેરમાં જ તેનું વિતરણ કરવામાં આવે છે પરંતુ રાજકોટ ગ્રામ્યના ગામોમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. આજે જ્યારે લોકોને મળે છે હોટેલ જેવું હાઈ ફાઇ જમવાનું સ્થિતિ વચ્ચે લોકોના ઘરમાં એક શાક, દાળ-ભાત તેમજ રોટલી બનાવવામાં આવે છે. ત્યારે આ દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારા દ્વારા રોજ ના ત્રણ શાક દાળ ભાત રોટલી ફરસાણ તેમજ મિષ્ટાન બનાવી ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ શાંત થાય તે પ્રકારે તેમને ઘર જેવું જ નહિ પરંતુ કોઇ હોટલની હાઈ ફાઈ થાળી હોય તે પ્રકારે ભોજન આપવામાં આવે છે. તો સાથોસાથ અહીંમજાની વાત તો એ છે કે અહીંયા રોજેરોજ વાનગીઓ બદલાતી રહે છે. અહીંયા ગુજરાતી વાનગી પણ બનાવવામાં આવે છે કાઠિયાવાડી વાનગી પણ બનાવવામાં આવે છે તો ક્યારેક લોકોને જુદી જુદી જાતના ભજીયા તેમજ પાવભાજી જમાડવામાં આવે છે.
વાતચીતમાં દુઃખ નિવારણ સાહેબ ગુરૂદ્વારા ચલાવતા હરિસિંઘ સુચરીયાએ જણાવ્યું હતું કે, અમે શીખ પ્રજાતિના લોકો આ પ્રકારની તક ની હર હંમેશ થી રાહ જોતા હોઈએ છીએ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાત્રે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી તે રાતથી જ અમે નક્કી કર્યું હતું કે ભૂખ્યાને મોટા પ્રમાણમાં ભોજન કરવાનું શરૂ કરીશું. શરૂઆતના દિવસોમાં અમે એક હજાર લોકોને ફુડ પેકેટ પહોચાડવાનું કામ કરતા હતા ધીમે ધીમે તેની સંખ્યા 2000, 4000 ત્યારબાદ 500 જેટલી પહોંચી હતી. આજે એક સમય એવો આવ્યો છે કે અમે રોજના બાર હજાર જેટલા ફૂડ પેકેટ લોકોને પહોંચાડી શકીએ છીએ.

હરિસિંઘ સુચરીયાએ જણાવ્યું કે શીખ સમુદાયના લોકો ના ગુરુનાનક સાહેબ દ્વારા લંગર પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી, શિખ સમુદાયના ગુરુ નાનક સાહેબ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાએ તેમને વીસ રૂપિયા આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ 20 રૂપિયા નો તું સાચો સોદો કરીને આવ. ત્યારે ગુરૂ નાનક સાહેબ નાની ઉંમરમાં જ તે 20 રૂપિયા લઇ સાધુ સંતો થી લઇ જરૂરિયાત મંદોને જમાડવાનું શરૂ કર્યું હતું. તે જ સમયથી આ જ દિવસ સુધી શીખ સમુદાયના લોકો લંગર પરંપરા ને માન પણ આપે છે. તેમજ તે પરંપરા ને જાળવી પણ રાખી છે.

હરિસિંઘ સુચરીયાએ જણાવ્યું હતું કે મને આજે પણ યાદ છે કે ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં ગુજરાતના લોકોની મદદથી ખાવાપીવાની ચીજ વસ્તુઓ, પહેરવાના કપડાં તેમજ દવાઓથી માંડી સેંકડો ટ્રક પંજાબથી ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે પણ મારા પરિવાર દ્વારા આ જ પ્રકારે લોકોની સેવા કરવામાં આવી હતી. મારુ વ્યક્તિગત માનવું છે કે તમારે ભૂખ્યાને જમાડવો હોય તો જે પ્રકારે તમે જમો છો તે જ પ્રકારનું જમવાનું તમારે ભૂખ્યાને પણ આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.