//

લોકડાઉનની સ્થિતિમાં લોકો ભાઈચારો રાખી અફવાઓથી દૂર રહે- DGP શિવાનંદ ઝા

લોકડાઉનની પરિસ્થિતિને લઈને પોલીસ વડા શિવાનંદઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓ જણાવ્યું કે લોકડાઉનનો શક્ય તેટલો ચુસ્ત પ્રયાસ કરાવવા પોલીસ વિભાગ સતત કાર્યરત છે. જૂનાગઢમાં એક ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વ્રારા લોકોની હેરફરે કરવામાં આવી રહી હતી.. સામાન્ય હલચલનો ખ્યાલ આવતા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે અને વધુ કાર્યવાહી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવી રહ્યું તેવા વિસ્તારોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું તમામ પોલીસ કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે.. તો શહેરમાં ડ્રોન દ્વારા વધુમાં વધુ નજર રાખવામાં આવી રહી છે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સને અટાકવવા અને લોકડાઉનનું કડક અમલ કરાવવા સિવિલ ડિફેન્સ, NSS,અને NCCના વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે, સાથેજ નિવૃત થયેલા અને અન્ય પીએસઆઈની સ્વાસ્થ્યની તપાસ કરી તેમની પણ મદદ લેવાશે નિઝામુદ્દીનથી પરત ફરેલા ગુજરાતના લોકોની સંખ્યા બુધવારે 72 હતી જે વધીને ગુરૂવારે 84 થઈ છે. જે બધા સામે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.. તો ડીઝીપીએ લોકોને અપીલ કરતા કહ્યું કે લોકો અફવાઓથી દૂર રહે પોલીસ વિભાગ સતત તપાસ કરી રહ્યું છે. શિવાનંદ ઝાએ લોકોને ભાઈચારો રાખવાની અપીલ કરી હતી અને અફવાઓથી દૂર રહેવા કહ્યું હતું.સાથેજ તેઓએ જણાવ્યું કે લોકડાઉનની સ્થિતિમાં આવનારા તમામ તહેવારોની ઉજવણી રદ કરવામાં આવે અને ધાર્મિક સ્થળો પર 4થી વધુ લોકોને એકત્ર થવાની પણ મનાઈ કરવામાં આવી છે.. જો વધુ લોકો એકત્ર થશે તો કડક કાર્યવાહી કરાશે

Leave a Reply

Your email address will not be published.