////

PM મોદીના આયોજન વિનાના લોકડાઉનને લીધે લોકોએ જીવ ગુમાવ્યા: રાહુલ ગાંધી

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે દેશમાં હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડ પર પહોંચી ગઇ છે. દેશમાં કોરોનાના વધતા સંક્રમણે લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું છે. જેમાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમ મોદી સરકારની નીતીઓને લઇને પ્રશ્ન ઉઠાવ્યાં છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, 1 કરોડ કોરોના સંક્રમિત અને લગભગ 1.5 લાખ મૃત્યું! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 21 દિવસમાં કોરોનાની સામે જંગ જીતવાનો દાવો અનિયોજીત લોકડાઉનના લઇને આ સાચુ સાબિત ના થયું. હા જેના કારણે લાખો લોકોનો જીવ જરૂર ચાલ્યો ગયો.

મહત્વનું છે કે, દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ભલે ધીમી થઇ હોય પરંતુ સંક્રમણ હજી પણ રોકાયું નથી. દેશમાં કોરોના સંક્રમિતોના કેસ 1,00,00,000 ઉપર પહોંચી ગયા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 30 હજારથી ઓછા કોરોનાના કેસ સામે આવ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 25,152 નવા સંક્રમિત સામે આવ્યાં છે. જ્યારે 347 લોકોનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. છેલ્લા 24 કલાકમાં 29,885 લોકો કોરોનાથી રિકવર પણ થયા છે.

આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસની સરેરાશ રોજના પોઝિટિવીટી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.