//

અમદાવાદમાં કરર્ફ્યું પુર્ણ થયા બાદ જમાલપુરમાં લોકોનો જમાવડો

રાજ્યમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરાયો છે. જ્યારે અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી લાદેલો કરર્ફ્યું આજે સોમવારે વહેલી સવારે પુરો થયો હતો. જો કે કરર્ફ્યું ખુલતાની સાથે જ ફરી લોકોની ભીડ જોવા મળી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી શાકમાર્કેટમાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યાં છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે અમદાવાદ શહેરમાં રાત્રિ કરર્ફ્યું સહિત શનિવાર અને રવિવારના રોજ કરર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આજે સોમવારે વહેલી સવારે કરર્ફ્યુ ખુલતાની સાથે લોકો ભાન ભુલી ગયા હતાને ફરી લોકોની ભીડ જોવા મળી હતી.

શહેરના જમાલપુરની શાકમાર્કેટમાં લોકોની ભીડ જોવા મળી હતી. જેમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર કોરોનાની ચેન તોડવા કરર્ફ્યુ લગાવી રહ્યું છે તેમ છતા જો ભીડમાં એકઠા થતા લોકો નહી સમજે તો કોરોના હજુ પણ બેકાબુ જોવા મળી શકે છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1495 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 13 લોકોના મોત નિપજ્યાં છે અને 1167 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ વચ્ચે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 381 કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 23 કેસ સામે આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.