સરકાર નિયમનું પાલન કરે તેવો અનુરોધ ટવીટ થી કર્યો
દેશ પર મહામારીનું સંકટ આવી પડ્યું છે કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે.દેશના મહત્વના ભાગોમાં લોક ડાઉન કરી દેવાની સરકારને ફરજ પડી છે આવશ્યક ચીજ વસ્તુ સિવાયની તમામ સેવા અને મોજશોખની તમામ ખાનપાનની વસ્તુ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે છતાં લોકો કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને નહિ લેતા હોવાનું દેશના વડાપ્રધાન ની રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે એક ટવીટ કરી લોકોને લોક ડાઉનની ગંભીરતા પર વિચાર કરવા જણાવ્યું છે લોક ડાઉનએ કોઈ નાની બાબત નથી લોકોએ સ્વૈચ્છિક રીતે સમજદારી પૂર્વક કામ વગર ઘર બહાર નહિ નીકળવા લોક ડાઉન કરવા સરકારે નિર્ણય કર્યો છે દેશના વિભિન્ન ભાગો અને રાજ્યો હાલ લોક ડાઉન છે પરિસ્થિતિ ગંભીર ગણાવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટવીટ કરી લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે મોદીએ લોકોને અપીલ કરી છે કે તમે પણ બચો અને તમારા પરિવારને પણ બચાવો તેમને રાજ્યની સરકારને પણ કાયદાનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે.