/

કોરોનાનો કકળાટ વેપારીઓની લૂંટફાટ

ચીનના વુહાનથી ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને કારણે અનેક દેશોએ ચિંતા વ્યકત કરી છે. વિશ્વમાં આર્થિક મંદીનો સામનો કરવો પડયો છે. કોરોના વાયરસના ફેલાય નહીં અને તેનાથી બચવા લોકો માસ્ક પહેંરે છે. પરંતુ માસ્કની માંગ જોતા માસ્કના ભાવ આસમાને આંબ્યા છે. માસ્કના વેપારમાં તેજી આવી છે. સમગ્ર દેશમાં રૂ.200 કરોડનો માસ્ક ઉદ્યોગ બે જ મહિનામાં 400 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. માસ્કની વધતી જતી માંગને કારણે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં સર્જિકલ માસ્ક બનાવતા યુનિટમાં દિવસ-રાત કામ થઈ રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં માસ્કના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. 5 લેયરવાળા N95 માસ્કને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. સિંગલ લેયર કોટનનું સામાન્ય માસ્ક જે 7થી 10 રૂ.માં વેચાતું હતું તેના ભાવમાં એકાએક વધારો થઈ ગયો છે. ત્રિપલ લેયર માસ્ક જે અગાઉ રૂ.15માં મળતું હતું તે રૂ.25થી 40માં વેચાઈ રહ્યું છે. જ્યારે N95 માસ્કનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તેમાં એક ફિલ્ટર ક્લિપ હોવાને કારણે બેક્ટરિયા કે વાયરસ અંદર ઘુસી શકતા નથી.

અમદાવાદના ચાંગોદરમાં આવેલા આ યુનિટમાં ઉત્પાદન બમણું કરવામાં આવી રહ્યું છે. ધૂળના પ્રદુષણથી બચી શકાય એ માટે સામાન્ય દિવસોમાં 80 હજાર માસ્ક બને છે. પણ હાલમાં એન્ટિવાયરસ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. દરરોજનું 2 લાખ માસ્કનું ઉત્પાદન થાય છે. દરરોજના 25 હજાર 5 લેયર માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ માસ અગાઉ માંડ 40 હજાર જેટલા બનતા હતા. હાલમાં કુલ 40 સ્ટાફની એક ટીમ બે શિફ્ટમાં કામ કરી રહી છે. ગુજરાતમાંથી બીજા રાજ્યમાં પણ માસ્કની સપ્લાય કરવામાં આવી રહી છે. કોરોના વાયરસને કારણે માસ્કની માંગમાં અચનાક વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.