///

સી-પ્લેનની ટિકિટ બુકિંગ અને ફ્લાઈટના અનશિડ્યૂલના કારણે લોકો થયા પરેશાન

તાજેતરમાં રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે સી પ્લેન સેવા શરૂ થયાના ત્રીજા જ દિવસે એટલે કે આજે સોમવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની સવારની પહેલી ફ્લાઇટ ફુલ થઇ ગઇ હતી. આજે સવારે ઉપડેલી ફ્લાઇટમાં 15 લોકો 1590ની ટિકિટ લઇ સી પ્લેનમાં કેવડિયા પહોંચ્યા હતા.

સી પ્લેનની ટિકિટ બુકિંગ અને ફ્લાઇટ અનશિડ્યૂલ હોવાના કારણે લોકોને ખુબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે. જોકે જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવવી હતી, તેમની રિકવેસ્ટ એકસેપ્ટ કરી લેવાય છે, પરંતુ ટિકિટ લેવા માટે રૂબરુ જવું પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટના બુકિંગ તો થાય છે અને શેડ્યુલ છે કે નહી તે અંગે કોઈ ઓનલાઇન માહિતી હોતી નથી. જેથી સામાન્ય ગ્રાહકોને પરેશાન થવું પડતું હોય છે. આ પ્રોજેક્ટ્સ શરૂ તો કરી દેવામાં આવે છે પરંતુ પછી તેની કોઇ તકેદારી રાખવામાં આવતી નથી. રોરો ફેરીમાં પણ સમયાંતરે આવી સ્થિતીનું સર્જન થયા કરે છે.

Leave a Reply

Your email address will not be published.