////

હવે કોરોના ટેસ્ટ કરાવવા ઇચ્છતા લોકોને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહી પડે

રાજ્યમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે, ત્યારે રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ICMRની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

આ યાદીમાં જણાવાયા અનુસાર કોવિડ -19 રોગચાળા અન્વયે રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર જે લોકો હવે સ્વૈચ્છિક Covid-19 નો ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેઓને ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતું અટકવાનું નામ લઈ રહ્યું નથી. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69,735 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 80,33,388 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. રાજ્ય કરતા પણ સૌથી વધુ કોરોના ટેસ્ટ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં થઈ ચૂક્યાં છે.

Leave a Reply

Your email address will not be published.