કોરોના મહામારીને લઈને વિશ્વમાં અનેક સંશોધનો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ સંશોધનો દરમિયાન કંઈક નવું રહસ્ય જાણવા મળે છે. એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, O બ્લડગૃપ ધરાવનાર લોકોનાં કોરોનાનું સંક્રમણ ઓછું જોવા મળે થાય છે. જો તેઓ કોરોનાગ્રસ્ત થાય તો પણ તેમના શરીરના અંગોની જટીલતાઓ સહિત અન્ય ગંભીર પરિણામો આવવાની આશંકાઓ ઓછી હોય છે.
તો એક જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે કે, O બ્લડગૃપ ધરાવનાર લોકોને કોરોનાગ્રસ્ત થવાની શક્યતા ઓછી રહેલી છે. યુનિવર્સિટી ઓફ સાઉધર્ન ડેનમાર્કના ટોર્બન બૈરંગટનના જણાવ્યા મુજબ ‘તેમના દેશની સ્થિતિ ઘણી અલગ છે. જેમાં વસ્તી ઓછી હોવાને કારણે ભીડને અંકુશમાં કરી શકાય છે. આ માટે તેમણે 22 લાખથી વધુ લોકોના નિયંત્રિત ગૃપમાંથી 4.73 લાખથી વધુની કોરોના તપાસ કરવામાં આવી.
આ તપાસમાં સામે આવ્યું કે જેટલા લોકો કોરોના સંક્રમિત હતા તેમાં O પોઝીટીવ બ્લડ ગૃપ ધરાવતા લોકોની સંખ્યા ઓછી હતી. સંક્રમિતોમાં એ, બી અને એબી બ્લડ ગૃપ ધરાવતા લોકોની સંખ્યા મહતમ હતી.
એ અને એબી બ્લડ ગૃપ ધરાવતા લોકોમાં શ્વાસ લેવાની તકલીફ વધારે જોવા મળે છે. કોરોનાને કારણે તેમના ફેફસાને નુકશાન પહોંચવાનો દર પણ વધુ હોય છે. આ બંને બ્લડ ગૃપ ધરાવતા લોકોને કિડની પર અસર પડી શકે છે અને ડાયાલિસીસની જરૂરીયાત પણ ઉભી થઇ શકે છે.