/

લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી છતાં લોકોને નથી સમજાતી ગંભીરતા : DGP

ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસના પગલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન આપ્યું છે તમામ જિલ્લા માં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેમની ચુસ્તપણે અમલવારી કરવી નાગરિકોની ફરજ છે પાલન કરાવવું એ પોલીસની ફરજ છે લોકડાઉન દરમિયાન સોશ્યિલ ડીસ્ટન્ટને બદલે લોકો ટોળા મળીને નીકળે છે. પોલીસે અનેક લોકોને સમજવી ઘરે મોકલી આપ્યા છે. છતાં કેટલાક લોકો કાયદાનો ભંગ કરે છે તેવા ગુજરાતમાં એક જ દિવસમાં 944 લોકો સામે ગુન્હા નોંધ્યા છે અને પોલીસે કોરોના લોકડાઉન ભંગ કરનાર વાહનો 227 અત્યાર સુધીમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે જાહેરનામાં ભંગ બદલ 342 કોરોનટાઇલ ભંગ બદલ 242 લોકો સામે કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડી છે આજ સુધીમાં ગુજરાતમાં 153 ગુન્હા અલગ અલગ રીતે નોંધાયા છે ટોટલ 2205 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા ગુજરાત પોલીસ ખડેપગે છે લોકોને સુરક્ષિત રાખવાના પૂરતા પ્રયાસ કરે છે  લોકોની પણ ફરજ છે કે રાષ્ટ્રહિતના કામમાં સૌ સાથે મળી એકબીજાને સહકાર આપીએ પોલીસે લોકોને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે જો લોકો ખોટીરીતે ઘર બહાર નીકળશે તો પોલીસને મજબુર થઇ કાર્યવાહી કરવી પડશે અને કાયદો કાયદાનું કામ કરશે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં લોકો ધાર્મિક સ્થળોએ એકઠા થાય છે તે ધાર્મિક લાગણી છે પરંતુ સોસીયલ ડિસ્ટન્સ પણ ખુબ જરૂરી છે હાલ સુધી લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે પરંતુ આવનાર દિવસોમાં લોકો સંયમ રાખે સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે. ગામડાઓ સુધી પોલીસ પહોંચી નથી શક્તિ ત્યાં સ્થાનિક સરપંચોનો સહયોગ મળી રહ્યો છે અને ગામડાના લોકો સરપંચ ની વાત પર વિશ્વાસ રાખે અને સહકાર આપે તે જરૂરી છે આજે લોકડાઉનના ત્રીજા દિવસે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ પત્રકાર પરિષદ યોજી માહિતી  આપી હતી અને લોકોના સહકાર ની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.