///

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 53.54 ટકા મતદાન

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 71 બેઠકોમાં સાંજે છ કલાક સુધી 53.54 ટકા મતદાન થયુ હતું.

ઉલ્લેખનિય છે કે પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે કુલ 1,066 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. મહત્વનું છે કે બિહારની ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવશે.

ગત વર્ષ કરતા ઓછુ મતદાન

વર્ષ 2015માં 55.11 ટકા મતદાન થયુ હતું. વર્ષ 2010ની વિધાનસભા ચૂંટણીમાં 50.67 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે વર્ષ 2015ની તુલનામાં 2 ટકા ઓછું અને વર્ષ 2010ની તુલનામાં આશરે 3 ટકા વધારે મતદાન થયું છે.

મતદાન દરમિયાન

ભોજપુરમાં શાહપુર વિધાનસભા ક્ષેત્રના સહજૌલી ગામમાં બૂથ કેપ્ચરિંગને લઈને બે ઉમેદવારો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 6 લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. બીજી બાજુ લખીસરાયના બાલગુદર અને ભોજપુરના તરારીમાં 3 હજારથી વધુ લોકોએ ચૂંટણીનો બાહિષ્કાર કર્યો હતો. અહીંના વોટર પોતાના વિસ્તારમાં રોડ અને સ્કૂલ ન બનવાને કારણે નારાજ છે.

Leave a Reply

Your email address will not be published.