મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળ ખોલવાની પરવાનગી આપી છે. મહારાષ્ટ્ર સરકારે કેટલીક શરતો સાથે 16 નવેમ્બરથી તમામ મંદિર ખોલવાની પરવાનગી આપી છે. મંદિરોમાં પહોચનારા દર્શનાર્થીઓને સરકાર તરફથી જાહેર ગાઇડલાઇન્સનું પાલન કરવુ પડશે. મંદિરોમાં માસ્ક પહેરીને જ જવાની પરવાનગી આપવામાં આવશે.
સરકાર તરફથી આદેશ પણ આપવામાં આવ્યો છે કે સોશિયલ ડિસ્ટસિંગના નિયમનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે. મંદિરોમાં વધુ ભીડ ન હોય. મહારાષ્ટ્ર સરકારના આદેશ જાહેર કર્યા બાદ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટના આદેશ બાંદેકરે કહ્યુ કે આદેશની કોપી 15 નવેમ્બર એટલે કે આજરોજ રવિવારે મળશે.
વધુમાં જણાવ્યું હતુ કે આદેશની કોપી મળ્યા બાદ મીટિંગ બોલાવવામાં આવશે, સંભવ છે કે મંદિર એક દિવસ બાદ ખુલી જશે. મહત્વપૂર્ણ છે કે મંદિર ખોલવાના મુદ્દે વિપક્ષે મોરચો ખોલ્યો હતો. જેને લઇને રાજ્યપાલે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.
રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને લખેલા પોતાના પત્રમાં શિવસેના પર હિન્દુત્વને લઇને કટાક્ષ કર્યો હતો. રાજ્યપાલના આ પત્ર બાદ આ મામલાને રાજકીય કંગ લઇ લીધો હતો. એનસીપી અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને રાજ્યપાલના પત્રની ભાષા પર સવાલ ઉઠાવ્યો હતો.