તમિલનાડુ સરકારે શનિવારે આવતા મહિનાથી શાળાઓ, કોલેજો, સિનેમાઘરો, પ્રાણી સંગ્રહાલયો વગેરેને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર કેટલીક ટ્રેન સેવાને મંજૂરી મળી છે. ત્યારે તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ એક નિવેદનમાં કહ્યું કે, સ્કૂલ, કોલેજો, સંશોધન અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલયોને 16 નવેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવે છે.
તેઓએ વધુમાં કહ્યું કે, શાળાઓમાં 9થી 12 સુધીના વર્ગ જ લેવામાં આવશે. આ ઉપરાંત 50 ટકા ક્ષમતાવાળા સિનેમાઘરો, થિયેટરો, મલ્ટી પ્લેક્સ, પ્રાણીસંગ્રહાલય અને મનોરંજન પાર્ક 10 નવેમ્બરથી ખુલશે. તેમજ પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રતિબંધો રહેશે અને સ્વિમિંગ પુલ, બીચ અને પર્યટક સ્થળો બંધ રહેશે.