////

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકાયો, જાણો તમારા શહેરનો નવો ભાવ

આજે ફરી એકવાર ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. જેના પરિણામે રાજ્યમાં વડોદરા સિવાય અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ પેટ્રોલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. રાજ્યના મહાનગરોમાં ડીઝલની કિમત પહેલાં જ પેટ્રોલ કરતા વધીને 90 રૂપિયાને પાર પહોંચી ગઇ છે.

શુકવારે પેટ્રોલમાં 18 અને ડીઝલમાં વધુ 31 પૈસાનો વધારો ઝીંકાયો છે. આમ 4 મે બાદ 17 દિવસમાં પેટ્રોલ 2.52 રૂપિયા અને ડીઝલ 3.28 રૂપિયા મોંઘા થઇ ગયા. ભાવવધારાની સાથે સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત સદીની આરે પહોંચી ગઇ છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામ બાદ બંને ઇંધણમાં 4 મેથી સતત અથવા એકાંતરે ભાવ વધારો થઇ રહ્યો છે.

શુક્રવારના ભાવવધારો બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 93.04 રૂપિયા થઇ ગઇ. જ્યારે મુંબઇમાં 99.32 અને કોલકાતામાં 93.11 રૂપિયા થઇ ગયા. ચેન્નાઇમાં 94.71 રૂપિયા છે.

દિલ્હીમાં ડીઝલની કિંમત 83.80 , કોલકાતામાં 86.64 રૂપિયા પહોંચી ગઇ. જ્યારે મુંબઇમાં આજે ડીઝલ 91.01 રૂપિયા થઇ ગયું. ચેન્નાઇમાં 88.62 રૂપિયાનો ભાવ થઇ ગયો. જ્યારે ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ 2.52 રૂપિયા અને ડીઝલ 3.28 રૂપિયા મોંઘા થયા.

મે મહિનામાં ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં 2.34 રૂપિયાથી લઇ 3.21 રૂપિયા સુધીનો વધારો થયો. દિલ્હીમાં પેટ્રોલ 2.56, કોલકાતામાં 2.61, મુંબઇમાં 2.62 અને ચેન્નાઇમાં 2.44 રૂપિયા મોંધું થયું. જ્યારે ડીઝલનો ભાવ દિલ્હીમાં3.11, કોલકાતામાં 3.05, મુંબઇમાં 3.21 અને ચેન્નાઇમાં 2.80 રૂપિયા વધ્યો.

પેટ્રોલ ડીઝલના ભાવો આવી જ રીતે વધતા રહેશે તો સપ્તાહની અંદર જ મુંબઇમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોચી જશે. ભાવોમાં સદી પાર કરનાર તે ભોપાલ પછી દેશની બીજી રાજધાની બનશે. ભોપાલમાં આજે પેટ્રોલ 101.04 લીટરે છે. મધ્યપ્રદેશના રાજધાનીમાં 12 મેના રોજ પેટ્રોલની કિમત 100ને કૂદાવી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published.