/

પેટ્રોલ ડીઝલમાં સતત પાંચમાં દિવસે ભાવ વધારો નોંધાયો, જાણો તમારા શહેરનો ભાવ

સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 6 પૈસા પ્રતિ લીટર મોંઘું કર્યુ છે તો ડીઝલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, રોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 કલાકથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે.

ભાવ પ્રતિ લીટર

  • દિલ્હી- પેટ્રોલ 81.59 રૂપિયા અને ડીઝલ 71.41 રૂપિયા
  • મુંબઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 77.90 રૂપિયા
  • કોલકાતા- પેટ્રોલ 83.15 રૂપિયા અને ડીઝલ 74.98 રૂપિયા
  • ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલ 76.88 રૂપિયા

Leave a Reply

Your email address will not be published.