///

પેટ્રોલ-ડીઝલમાં ફરી ભાવ વધારો ઝીંકાયો, જાણો નવો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 11 દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારો કરી રહી છે. નોંધનીય છે કે 11 દિવસમાં ઓઇલના કિંમતો લગભગ 1.50 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે.

સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેને કારણે દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 82.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 72.65 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરથી પણ વધી ગયો છે. બીજી તરફ ડીઝલનો ભાવ 81 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતાં. પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. આ પહેલા વર્ષે 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલ પર 3.56 રૂપિયા હતો. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં આશરે નવ વાર વધારો કર્યો હતો. આ 15 સપ્તાહમાં પેટ્રોલ પર ડ્યૂટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટર વધી હતી.

પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટરનો નવો ભાવ

  • દિલ્હી – પેટ્રોલ 82.49 રૂપિયા અને ડીઝલ 72.65 રૂપિયા
  • મુંબઈ – પેટ્રોલ 89.16 રૂપિયા અને ડીઝલ 79.22 રૂપિયા
  • કોલકાતા – પેટ્રોલ 84.02 રૂપિયા અને ડીઝલ 76.22 રૂપિયા
  • ચેન્નઈ – પેટ્રોલ 85.44 રૂપિયા અને ડીઝલ 78.06 રૂપિયા

Leave a Reply

Your email address will not be published.