///

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, આ રાજ્યમાં પેટ્રોલ 90 રૂપિયાથી પણ મોંઘું

પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર ભડકે બર્યા છે. સોમવારે ફરી એકવાર ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.

રવિવારે જ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનએ કહ્યું હતું કે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીઓ અને કેટલાક બીજા દેશોની આંતરિક સમસ્યાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ વધ્યો છે.

પેટ્રોલ-ડીઝલ પ્રતિ લીટરનો નવો ભાવ

  • દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.83 રૂપિયા
  • મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા
  • કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા
  • ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે.

નોંધનીય છે કે રોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 કલાકથી જ નવા દર લાગુ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.