////

બ્રાઝિલ રાષ્ટ્રપતિએ કહ્યું- માણસને મગર બનાવી શકે છે કોરોના વાયરસની આ વેક્સિન

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો કોરોના વાયરસ વેક્સિનને લઈને આશંકા વ્યક્ત કરી છે. જેમાં તેમણે શંકા વ્યક્ત કરી છે કે, અમેરિકી કંપની Pfizer અને તેની જર્મન પાર્ટનર BioNTechની વેક્સિનથી લોકો મગર કે દાઢી વાળી મહિલા બની શકે છે. બોલ્સોનારો મહામારીની શરૂઆતથી તેની ગંભીરતાને નકારતા આવ્યા છે. આ સપ્તાહે તેમણે જાહેરાત કરી હતી કે તે વેક્સિન નહીં લેશે જ્યારે દેશમાં વેક્સિનેશન શરૂ થઈ ચુક્યું છે.

બોલ્સોનારોએ ગુરૂવારે કહ્યું હતું કે, Pfizerની સાથે સમજુતીમાં તે સ્પષ્ટ છે કે અમે કોઈ સાઇડ ઇફેક્ટ માટે જવાબદાર નથી. જો તમે મગરમાં ફેરવાય જાવ તો તમારી સમસ્યા છે. વેક્સિનના બ્રાઝિલમાં ટેસ્ટ ઘણા સપ્તાહથી ચાલી રહ્યા હતા અને બ્રિટન-અમેરિકામાં ટ્રાયલ બહાર પણ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે,જો તમે સુપરહ્યૂમન બની જાવ છો તો મહિલાઓને દાઢી આવે છે કે પુરૂષ મહિલાઓના અવાજમાં બોલવા લાગે છે, તો તે તેની જવાબદારી લેશે નહીં.

તો દેશમાં વેક્સિનેશન કેમ્પેનની શરૂઆત કરતા બોલ્સોનારોએ જણાવ્યું કે, વેક્સિન ફ્રી હશે પરંતુ ફરજીયાત નહીં. પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વેક્સિન લેવી જરૂરી છે પરંતુ લોકોને તેના માટે ફોર્સ ન કરી શકાય. તેનો મતલબ છે કે, વેક્સિન ન લેવા પર લોકો પર દંડ ફટકારી શકાય. જાહેર સ્થળોથી પ્રતિબંધિત કરી શકાય છે પરંતુ બળજબરીથી વેક્સિન ન આવી શકાય.

મહત્વનું છે કે, બ્રાઝિલમાં 71 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે અને 1.85 લાખથી વધુના મૃત્યુ થયા છે. બોલ્સોનારોએ કહ્યું કે, વેક્સિનને બ્રાઝિલની રેગ્યુલેટરી એજન્સી Anvisa થી સર્ટિફિકેશન મળ્યા બાદ તેને છોડી દરેકને વેક્સિન મળી જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ વેક્સિન લેશે નહીં. બોલ્સોનારો પણ જુલાઈમાં કોરોનાથી સંક્રમિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published.